કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. જ્યાં પણ જાય છે પીએમ ત્યાં કોઈની તો બુરાઈ કરે જ છે. મોદીજીના ગુરૂ કોણ છે, અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજથી ઉઠાવની અડવાણીજીને ફેંકી દીધા. જૂતું મારી અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દીધા અને હિંદુ ધર્મની વાત કરે છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઈએ. શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીનું અપમાન કર્યું છે અને પોતાના ગુરુનું અપમાન કરવાનું હિંદુ સંસ્કૃતિમાં નથી. હિંદુમાં ક્યાં લખ્યું છે કે ગુરુનું અપમાન કરવું જોઈએ. અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ભાજપે પોતાના રાજકીય વિરોધીઓને ક્યારેય રાષ્ટ્ર વિરોધી નથી માન્યા.

