કોરોના વાયરસે અમેરિકામાં મચાવ્યો હાહાકાર, ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે વિકરાળ રૂપ લેતું રહ્યું છે. અમેરિકામાં કિલર કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 164248 પર પહોંચી ગઇ છે. જે ચીનની સરખામણીમાં બે ગણી છે. કહેવાય છે કે વાયરસના પ્રસારને રોકવા માટે અમેરિકામાં વધુ સખ્ત ગાઇડલાઇન લાગૂ કરાય શકે છે. આ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ ખૂબ જ અગત્યના છે.

કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા અમેરિકાની આ મહામારીનું દુનિયાનું સૌથી ગઢ બની ચૂકયું છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 164248 પર પહોંચ ગઇ અને અત્યાર સુધીમાં 3164ના મોત થયા છે. અમેરિકાના વોશિંગ્ટન અને ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ અસર છે. વોશિંગ્ટનમાં કોરોના વાયરસથી 144 અને ન્યૂયોર્કમાં 1200થી વધુ લોકોના મોત થયા છે.

કોરોનાના કહેરને જોતા અમેરિકાના કેટલાંય રાજ્યોએ ઇમરજન્સીની જાહેર કરી દીધી છે. સ્કૂલો અને બિઝનેસને બંધ કરી દીધો છે. લોકોને આ વાત માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે કે તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગ અપનાવે અને ખુદને અલગ-અલગ કરી લો. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે આવનારા 30 દિવસ અમેરિકામાં કોરોનાનો પ્રસાર રોકવો ખૂબ જ અગત્યનો છે.

આવતા 30 દિવસ ખૂબ જ અગત્યના

ટ્રમ્પે કહ્યું કે આ જંગમાં દરેક વ્યક્તિને પોતાની એક ભૂમિકા નિભાવી પડશે. દરેક નાગરિક, પરિવાર અને બિઝનેસ આ વાયરસને રોકીને બદલાવી શકે છે. આ આપણી સંયુકત રાષ્ટ્રીય ડયુટી છે. આવનારા 30 દિવસ ખૂબ જ અગત્યનો સમય છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ સંકટમાંથી એક જૂન સુધીમાં ઉભરી આવશે. ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે આવનારા બે સપ્તાહમાં અમેરિકામાં સૌથી વધુ મોત થશે.

એક રિપોર્ટના મતે ટ્રમ્પના સલાહકારોએ કહ્યું છે કે કોરોના વાયરસથી કમ સે કમ બે લાખ લોકોના જીવ જઇ શકે છે. તે પણ ત્યારે જ્યારે આ વાયરસને રોકવા માટે ખૂબ જ કડક પગલાં ઉઠાવશે. નેશનલ ઇન્સ્ટિયૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન ડિસીસના ડાયરેકટર ડૉ.એંથની ફૌસીનું અનુમાન ખૂબ જ ડરામણું છે. તેમણે કહ્યું કે આવનારા થોડાંક દિવસોમાં અમેરિકામાં લાખો લોકો કોવિડ19ની ઝપટમાં આવી જશે. આ વાયરસ એક લાખથી બે લાખ લોકોના મોતનું કારણ બની શકે છે.