ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રહેલા બીજા રાજ્યોના શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી છે. ત્યારે આજે એક ગુજરાતી તરીકે તમામ લોકોને ગર્વ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. આખા દેશમાં પીએમ મોદીએ કોરોના વાયરસના કારણે લોકડાઉન કર્યું છે. ત્યારે તમામ રાજ્યોની સરકારે પોતપોતાની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ત્યારે આવી હાલતમાં બીજા રાજ્યોના શ્રમિકોની હાલત કફોડી બની છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારીની કંફોડી હાલતમાં મજબૂરીમાં પગપાળા વતન જનાર શ્રમિકોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. મજબૂરીમાં પગપાળા વતન જનારો શ્રમિકોની હાલત કફોડી બની ગઈ છે. રાજસ્થાન-ગુજરાત બંનેએ આશરો ન આપતા હાલ શ્રમિકોની હાલત રામભરોસે છે. આજે 1500 શ્રમિકોએ શામળાજી ચેકપોસ્ટ પર હલ્લાબોલ કર્યો હતો. વતન ગયેલા શ્રમિકોને રાજસ્થાન સરકાર શામળાજી મુકી ગઈ હતી. ત્યારે હવે અરવલ્લી કલેક્ટર, SP,રેન્જ આઈજી સહિતે કાર્યવાહી હાથ ધરી છે.
આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતમાંથી રાજસ્થાનનાં ઉદેપુર સુધી પગપાળા જતા લોકોને રાજસ્થાન પોલીસ બોર્ડર પર પરત મુકી ગઇ છે. બન્ને રાજ્યો અને રાજ્ય સરકારની રણનીતિના કારણે હજારો લોકો અટવાયા છે. આ અંગે ગાંધીનગર આઇજી અને રાજસ્થાનના અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ થઇ હતી તેમ છતાં કોઇ સમાધાન આવ્યું ન હતું. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું કડકાઇપૂર્વક પાલન કરવા માટેનાં આદેશ છે. જેના કારણે રાજ્યોની બોર્ડર પર હાલ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જોકે, આ સંવેદનશીલ મામલામાં આખરે ગુજરાત સરકારે આ લોકોને અરવલ્લીમાં રાખવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ લોકોને અરવલ્લીનાં જ શેલ્ટર હાઉસમાં જ રાખવામાં આવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શામળાજી રતનપુર બોર્ડર પર મુસાફરોના જમાવડો આજે સવારે જોવા મળ્યો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ લગભગ 1500 પ્રવાસીઓને રાજસ્થાન વહીવટી તંત્ર દ્વારા લાવવાનો પ્રયાસ કરાયો હતો. લોકડાઉન અને બોર્ડર સિલના આદેશના કારણે ગુજરાત પોલીસે એક પણ પ્રવાસીને પ્રવેશવા પર ઇનકાર કર્યો હતો. એકાએક આટલા માણસો પરત કરી દેવાતા લોકો સાથે પોલીસ પણ અસમંજસમાં મુકાઇ છે. આ લોકોમાં મોટેભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જેથી તેમને પણ ખબર નથી પડતી કે તેઓ હવે ક્યાં જશે અને શું ખાશે.
થોડા દિવસથી સમાચાર મળી રહ્યાં હતા કે, શ્રમિક વર્ગ પોત પોતાના વતન જવા માટે ચાલતા નીકળી પડ્યા હતા. આમાંથી ઘણાં લોકો રાજસ્થાનમાંથી આવ્યાં હતાં જેથી તેઓએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ આ લોકોને રાજસ્થાન પોલીસ પરત ગુજરાત બોર્ડર પર મુકી જતા ભારે વિવાદ સર્જાયો છે.