અજય દેવગણની લાડલી ન્યાસા Corona વાયરસની ઝપેટમાં આવી ગઇ? સામે આવ્યું એક્ટરનું રિએક્શન

ફિલ્મ જગત

Corona વાયરસને કારણે આખા ભારતમાં લૉકડાઉન છે. જ્યારે બોલીવુડ સ્ટાર્સ પોતાને કોરોનાના કેરથી બચાવવા માટે આઇસોલેશનમાં છે. તે જ સમયે, અભિનેતા અજય દેવગને પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા Coronaથી સંક્રમિત હોવાના અહેવાલને નકારી દીધા છે. અજયે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તેની પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા એકદમ સ્વસ્થ છે.

ન્યાસાનો Corona ટેસ્ટ પોઝીટીવ?

અભિનેતા અજય દેવગને તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું, ‘પૂછવા બદલ આભાર. કાજોલ અને ન્યાસા સ્વસ્થ છે. તેના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ નિરાધાર છે.

હકીકતમાં, એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતા અજય દેવગનની પુત્રી ન્યાસાનો Coronaના લક્ષણો માટે ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ન્યાસાનો Corona વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના પર અજયે હવે માહિતી આપી છે કે બંનેને Corona વાયરસ નથી થયો અને બંને સ્વસ્થ છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અજય દેવગન આગામી ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. ફિલ્મ 24 માર્ચે બૉક્સ ઓફિસ પર રીલિઝ થવાની હતી. પરંતુ Corona વાયરસના ચેપને કારણે તેની રીલિઝ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ જોવા મળશે.