ઈટાલીમાં કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. હવે વડાપ્રધાન ગૂઈસેપ કોન્તેએ લોકડાઉનને ૧૨ એપ્રિલ સુધી વધારી દીધું છે. ઈટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ૧૧૫૯૧ લોકોના મોત નિપયા છે. જો કે અહીં કોરોના ફેલાવાનો દર ધીમે-ધીમે ઘટી રહ્યો છે.
વડાપ્રધાન કોન્તેએ કહ્યું કે પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. ત્રણ સાહ સુધી ચાલેલું શટડાઉન આર્થિક રીતે અત્યતં આકરું રહ્યું છે. લોકડાઉનને વધુ દિવસો સુધી ચાલવા દેવાય તેમ નથી. અમે પ્રતિબંધોમાં ઢીલ આપવાના વિકલ્પો શોધી રહ્યા છીએ પરંતુ તેને ધીમે-ધીમે હટાવવામાં આવશે. યારે સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટેા સ્પર્નજાએ કહ્યું કે તમામ પ્રતિબંધોને ઈસ્ટર એટલે કે ૧૨ એપ્રિલ સુધી વધારવામાં આવશે. ઈટાલીમાં લોકડાઉન શુક્રવારે પૂર્ણ થઈ રહ્યું છે.
કોરોના વાયરસને કારણે દુનિયામાં અત્યાર સુધી ૩૭૦૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. યારે સાડા સાત લોકો આ બીમારીથી પીડિત છે. ઈટાલીમાં એક જ દિવસમાં કોરોનાને કારણે ૮૧૨ મોત થયા છે યારે દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ હતી.
ઈટાલીના તંત્રને હવે આશા જાગી છે કે કોરોના ફેલાવાના દરમાં ધીમે-ધીમે ઘટાડો થશે. નવા આંકડા જણાવે છે કે હવે ફેલાવામાં ઘટાડો થઈ રહ્યો છે. ઈટાલીમાં હવે દરરોજ ફેલાવાનો દર ઘટીને ૪.૧ ટકા સુધી આવી ગયો છે.

