ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 73, રાજ્યમાં 6ના મોત 4 દર્દી થયા સ્વસ્થ

ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 73 થઈ ચુકી છે. અમદાવાદમાં વધુ 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 6 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 4 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાં વધુ 2 દર્દી નોંધાયા છે. જેમાં એક છે 55 વર્ષના પુરુષ છે અને બીજા 32 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને એસવીપી હોસ્પિટલમાં સારવારમાં છે.

અમદાવાદ 25
ભાવનગર 6
ગાંધીનગર 9
ગીર સોમનાથ 2
કચ્છ 1
મહેસાણા 1
પોરબંદર 1
રાજકોટ 10
સુરત 9
વડોદરા 9