રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળી આવ્યા છે. લોંગેવાલામાં ઓએનજીસીના તેલ અને ગેસની શોધ કરતી વખતે ટેન્ક માઈંસ મળી આવ્યા છે. 1965 અને 1971માં લોંગેવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ઓએનજીસીના મજૂરોએ ખોદકામ દરમિયાન એન્ટી ટેન્ક માઈંસ બહાર કાઢ્યા હતા. બીએસએફના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી જઈને મામલાની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ નવેમ્બર મહિનામાં રાજસ્થાનના જેસલમેર સેક્ટરમાં સૈન્ય અભ્યાસ દરમિયાન એક ઘટના ઘટી હતી. અભ્યાસમાં ટી-90 ટેન્કના મૂવમેન્ચ દરમિયાન એક જવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. રક્ષા પ્રવક્તા સોંબિત ઘોષે જણાવ્યું કે સેના તરફથી ટેન્કોના અભ્યાસ દરમિયાન લેન્ડિંગ દરમિયાન એક જવાનનું ટેન્ક નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં અન્ય એક જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે.

