આવક કરતા વધુ સંપત્તિ મામલે મુલાયમ-અખિલેશની વધી શકે છે મુશ્કેલી, SCએ CBIને નોટિસ મોકલી

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે. રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટીસ પાઠવી બે અઠવાડિયામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કેસમાં આગામી સુનાવણી 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે. અરજીમાં સીબીઆઇને કોર્ટમાં પોતાની તપાસનો રિપોર્ટ રજૂ કરવાની માગ કરવામાં આવી છે. અરજદારે 2005માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ, અખિલેશ તેમની પત્ની ડિમ્પલ અને પ્રતીક યાદવની સામે ભ્રષ્ટાચાર વિરોધી એક્ટ અંતર્ગત કેસ ચલાવવા માગ કરી હતી.