પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકનો શ્રેય કોઇએ પણ ન લેવો જોઇએ: નિતિન ગડકરી

મુખ્ય સમાચાર રાજકીય

પોતાના બેફાટ નિવેદન માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઇક-2ને રાજકીય મુદ્દો ન બનાવવામ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. ગડકરીએ પોતાના સંબોધનમાં પાર્ટીમાં કોઇ પણ પદ માટે દાવેદારીને નકારતા અને પ્રધાનમંત્રી પદ માટે હરોળમાં હોવાની અફવાનું ખંડન કરતા જણાવ્યું કે, પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓ વિરુદ્ધ વાયુસેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લોકસભા ચૂંટણી સાથે જોડવુ ન જોઇએ અને કોઇએ પણ તેનો રાજકીય લાભ કે જશ લેવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. ગડકરીએ આ મામલે વિપક્ષ દળો પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, હવાઇ હુમલાને ચૂંટણી સાથે ન જોડવો જોઇએ અને ચૂંટણી મુદ્દો પણ ન બનાવવો જોઇએ, જેને પણ આ મામલે શંકા હોય તો એ તેમની સમસ્યા છે. પરંતુ તેને રાજકીય લાભ માટે ઉપયોગ ન કરો.