રાજકોટમાં ગુપ્ત મતદાન નિયમનો ભંગ, EVM અને VVPATનો VIDEO થયો વાઈરલ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભંગ થયો છે. આજે જ્યારે દેશભરમાં ગુપ્ત મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જોકે લોકશાહીનાં આ પર્વનાં નિયમ મુજબ આ રીતે પોતાનાં ગુપ્ત મતદાનનાં નિયમનો ભંગ કરવો યોગ્ય નથી.

એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમે આપને જણાવીએ છીએ કે, લોકશાહીમાં જે પણ નિયમ હોય તેને પાળવામાં આવે ખુબજ જરૂર છે.