નાગરિકતા સુધારા ખરડો કાયદો બની ગયો, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સહીસિક્કા કર્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગુરૂવારે મોડી રાત્રે નાગરિકતા સુધારા ખરડા પર સહીસિક્કા કરતાં આ ખરડો હવે કાયદો બની ચૂક્યો હતો.

આ ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો ત્યારે એ ફરી એકવાર નામંજૂર થવાની ધાસ્તી હતી પરંતુ ભાજપની નેતાગીરીએ સાથી પક્ષોને અગાઉથી વિશ્વાસમાં લઇ લીધા હતા એટલે સહેલાઇથી ખરડો પાસ થઇ ગયો હતો.

જો કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં આ ખરડાને પડકાર્યો હતો. કોંગ્રેસના પીઢ નેતા અને પીઢ વકીલ કપિલ સિબલ મુસ્લિમ લીગ વતી આ કેસ લડવાના છે એવી જાહેરાત પણ કરવામાં આવી  હતી.

ખરડાનો વિરોધ કરનારા લોકોની દલીલ એવી હતી કે ભારતીય બંધારણે ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારેલો છે અને આ ખરડામાં ધાર્મિક ભેદભાવ થાય એ રીતે સુધારો કરવામાં આ્વ્યો હોવાથી આ ખરડેા ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાય.

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ આ કેસ હાથમાં ધરવાની છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લા દેશમાં લઘુમતી તરીકે ધાર્મિક અત્યાચારોનો ભોગ બનીને ભારતમાં આવી ગયેલા હિન્દુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ઇસાઇ લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ આ કાયદામાં છે. મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા હતા.