સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની  હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાનની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી. ગુરૂવારની વહેલી સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા. આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિધ્ધાર્થની, મનિષા અને ભાઉની કોઈ ભુમીકા નથી તેવો દાવો કરનાર છબીલ પટેલને સમજાયુ કે હવે પોલીસના શરણે જવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. બીજી તરફ સાક્ષી પવન મૌર્યના ઘરની રેકી કરવા ગયેલા છબીલના વેવાઈ અને ભત્રીજો ઝડપાઈ જતા, છબીલને બહારથી મદદ મળવાની બંધ થઈ ગઈ હતી જેના કારણે છબીલે પહેલા પુત્ર સિદ્ધાર્થને હાજર કરાવી પોતે હાજર થવાની તૈયારીબતાડી હતી.