ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત થતા બચાવી લીધો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીને ફરીથી એક વાર જૈશ પ્રમુખ મસૂદ અઝહરને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર સામે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને બ્રિટન જેવા મોટા દેશોએ પ્રસ્તાવ આપ્યો હતો. મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર રોક લગાવવા માટે ચીન પાસે રાતે 12.30 વાગ્યા સુધીનો સમય હતો. તે સમયે ચીને મસૂદના પક્ષમાં તર્ક આપ્યો હતો કે તે ખૂબ બિમાર છે અને હવે સક્રિય નથી અને તે જૈશનો પ્રમુખ પણ નથી. બુધવારે યુએનએસસીની 1267 સમિતિ દ્વારા આ પ્રસ્તાવને ઉઠાવાની આશા છે. યુએનએસસી દ્વારા 1267 ગ્લોબલ આતંકીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ શામેલ કરવાની ડેડલાઈને જોતા આ મુદ્દે ઘણા દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી રૂપે ઘોષિત કરવા માટે 10થી વધુ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ.