ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા એ શ્રેણી 3-2થી જીતી લીધી

ખેલ-જગત મુખ્ય સમાચાર

પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા મેચ જીતવા આપેલા 273 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મેચ રનથી જીતવાની સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 56 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 44 અને ભુવનેશ્વર કુમારે 46 રનનું યોગદાન આપ્યું હતું. પાંચ મેચની સીરિઝમાં 2-0થી પાછળ રહ્યા બાદ પ્રવાસી ટીમ 3-2થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો.