ગુજરાત : રાજકોટમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 શખ્સની PUBG ગેમ રમતા કરાઈ ધરપકડ

ગુજરાત મુખ્ય સમાચાર શૈક્ષણિક

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સહિત રાજ્યભરના અધિકારીઓ દ્વારા પબજી ગેમ રમવા પર પ્રતિબંઘ લાદવામા આવ્યો છે. જે અંગેનુ જાહેરનામુ પણ બહાર પાડવામા આવ્યુ હતું. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી કોલેજ પાસે હાથ ધરવામા આવેલ ચેકિંગમા 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. જામિન લાયક ગુનો હોવાને લિધે તેમના અટકાયતી પગલા લઈ તેમને છોડી મુકવામા આવ્યા હતા. પોલીસે પબજી ગેમ રમતા તમામ આરોપી નિલ કિરીટ અઘેરા (ઉ.વ.19), હર્નિસ શૈલેષભાઈ પંચાલ (ઉ.વ.20), કલ્પેશ કિશોર રાઠોડ (ઉ.વ.19), હરકિશન દેવશીભાઈ બાંગરોટિયા (ઉ.વ.19), માધવ કિરણ વ્યાસ (ઉ.વ.19), યશ ચિતરંજન જોશી, કેતન પ્રભુદાસ મુલીયા (ઉ.વ.25)ના મોબાઈલ ફોન કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.