બાંગ્લાદેશી ઘૂસણખોરો પ.બંગાળમાં હિંસક દેખાવો અને તોડફોડ કરી રહ્યા છેઃ ભાજપ

મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા સંશોધન બિલ સામે પશ્ચિમ બંગાળમાં ભડકી ઉઠેલી હિંસા રોકાઈ નથી રહી ત્યારે ભાજપે આ માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા છે.

ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યુ છે કે, મમતા બેનરજીએ બાંગ્લાદેશના ઘુસણખોર મુસ્લિમોને પશ્ચિમ બંગાળમાં શરણ અને પ્રોત્સાહન આપ્યુ છે અને તેનુ જ પરિણામ છે કે, આજે બંગાળ હિંસામાં લપેટાયુ છે.

તેમણે કહ્યુ હતુ કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોએ સરકારી સંપત્તિને તો નુકસાન પહોંચાડ્યુ જ છે પણ લોકોના ઘરોમાં પણ તોડફોડ કરી રહ્યા છે. રાજ્યમાં જે પણ થઈ રહ્યુ છે તે માટે જવાબદાર માત્ર અને માત્ર મમતા બેનરજી જ છે.

રાહુલ સિન્હાએ કહ્યુ હતુ કે, મમતા બેનરજી હિંસા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ માટે જે નિવેદન આપી રહ્યા છે તે સાંભળો,તેમણે હિંસક બનેલા લોકો સાથે વિન્રમતાથી વાત કરી છે. રેપ કરનારાઓને તેઓ નાદાન અને બાળક કહે છે. દેશની સંપત્તિ પર થઈ રહેલા હુમલા બાદ પણ મમતા બેનરજી કેટલી વિન્રમતાથી વાત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આજે પણ નાગરિકતા બિલ સામે હિંસાની ઘટનાઓ બની રહ્યા છે.ટોળા રોડ પર ઉતરી આવ્યા છે અને પશ્ચિમ બંગાળમાં ચારે તરફ અરાજકતા જોવા મળી રહી છે.