CAA: મેરઠમાં No Entry, રાહુલ – પ્રિયંકા ગાધીની કાર દિલ્હી માટે Return

મુખ્ય સમાચાર રાજકીય

CAAની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન મેરઠમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુલાકાત માટે જઇ રહેલાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મંગળવારે પોલીસે તેમને રોકી દીધા. બંને નેતા એક જ કારમાં સવાર હતા. મેરઠમાં એન્ટ્રી પહેલાં જ જિલ્લાની બોર્ડર પર પોલીસે તેમને રોકી દીધા. પોલીસે કાયદા-વ્યવસ્થાનો હવાલો આપી બંને નેતાઓને રોકયા, ત્યારબાદ બંનેએ પોતાની ગાડી દિલ્હીની તરફ વળાવી દીધી. આ દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને કોઇ ઓર્ડરની કોપી દેખાડવામાં આવી નથી, બસ પાછા જવા માટેનું કહી દેવામાં આવ્યું.

આપને જણાવી દઇએ કે સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગયા સપ્તાહે મેરઠ સહિત યુપીના કેટલાંય શહેરોમાં હિંસક પ્રદર્શન થયું હતું. આ દરમ્યાન બીડે ઇસ્લામાબદ પોલીસ ચોકીને ફૂંકી મારી હતી. કેટલીય ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. મેરઠમાં પ્રદર્શનકારીઓના મોત થયા હતા જ્યારે 3 પોલીસવાળાઓને પણ ગોળી લાગી હતી.

મેરઠમાં આ પ્રદર્શનમાં આસિફ, મોહસિન, જહીર, આસિફ અને અલીમ નામના પાંચ પ્રદર્શનકારીના મોત થયા હતા. પ્રદર્શન દરમ્યાન ઉપદ્રવીઓએ ચહેરા પર નકાબ લગાવી પથ્થરમારો કર્યો હતો.