ચાર નેતાઓના CAAની તરફેણમાં ગોવા કોંગ્રેસમાંથી રાજીનામા, લગાવ્યો આ આરોપ

મુખ્ય સમાચાર રાજકીય

એક તરફ કોંગ્રેસ આખા દેશમાં નાગરિકતા કાયદા(CAA)નો વિરોધ કરી રહી છે ત્યારે ગોવા કોંગ્રેસના પણજીના ચાર નેતાઓએ નાગરિકતા કાયદાની તરફેણ કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

રાજીનામુ આપનારામાં કોંગ્રેસ બ્લોક સમિતિના અધ્યક્ષ પ્રસાદ આમોનકર, ગોવા અલ્પસંખ્યક શાખાના ખજાનચી જાવેદ શેખ, બ્લોક સમિતિ સચિવ દિનેશ કુબલ અને નેતા શિવરાજ તારકરનો સમાવેશ થાય છે.

આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ લઘુમતીઓને આ બિલના મુદ્દે ઉશ્કેરી રહી છે અને ગેરમાર્ગે દોરી રહી છે. અમે સીએએના મુદ્દે કોંગ્રેસના વલણનો વિરોધ કરએ છે.વિપક્ષ તરીકે માત્ર વિરોધ કરવા માટે નહી પણ હકારાત્મક ભૂમિકા ભજવવાની પણ જરુર હોય છે. પાર્ટીએ નાગરિકતા બિલનુ સ્વાગત કરવુ જોઈએ.

અમોનકરે કહ્યુ હતુ કે, રાજકીય ફાયદા માટે લઘુમતીઓના મનમાં ડર બેસાડવાનુ કોંગ્રેસે બંધ કરવુ જોઈએ. ગયા સપ્તાહે સીએએ સામે થયેલા આંદોલનમાં અમે સામેલ થયા હતા પણ અમને લાગ્યુ હતુ કે, નેતાઓ લઘુમતીઓના મનમાં ભય પેદા કરી રહ્યા છે. સીએએ લોકશાહી ઢબે લાગુ થયેલો કાયદો છે. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતી લઘુમતીઓની ચિંતા કરવામાં આવી છે.