તાઇવાનમાં ગુરૂવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સેના પ્રમુખ સહિત આઠ લોકોનાં મોત થયા છે, આ હેલિકોપ્ટર રાજધાની તાઇપેઇની નજીક પર્વતાળ વિસ્તારમાં એક દુર્ઘટનાનો શિકાર થયું હતું.
મૃતકોમાં સેનાના ત્રણ મેજર જનરલનો પણ સમાવેશ થાય છે, ચીન સાથે તંગદિલી ચાલી રહી છે, એવા સમયે થયો જ્યારે તાઇવાનમાં 11 જાન્યુઆરીનાં દિવસે રાષ્ટ્રપતિની ચુટણી યોજાવાની છે.
સેનાના જણાવ્યા પ્રમાણે ચીફ ઓફ જનરલ સ્ટાફ શેન યી-મિંગની આ દુર્ઘટનામાં મોત થયું, હેલિકોપ્ટરમાં કુલ 13 લોકો સવાર હતાં, જેમાંથી પાંચનો જીવ બચી ગયો.
સેનાનાં વડા શેન તાઇવાનની યિલાન કાઉન્ટીમાં તૈનાત સૈનિકોને મળવા માટે બ્લેક હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતાં, પરંતું તેમનું હેલિકોપ્ટર તાઇપેઇની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ.
62 વર્ષિય શેન ગત જુલાઇમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ બનાવવામાં આવ્યા હતાં, રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેનએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું, તાઇવાનનાં સર્વોચ્ચ રેંકિગનાં જનરલનું મૃત્યું ફરજ દરમિયાન થયું છે.
આ દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવી જરૂરી છે, દેશનાં સંરક્ષણ વિભાગે પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો આદેશ આપ્યો છે,એક ડઝનથી પણ વધુ બચાવકર્મીઓએ જીવીત લોકોની તપાસ શરૂ કરી છે, આ દુર્ઘટનાનાં કારણોની માહિતી મળી શકી નથી.