હાલમાં ૧૩ કરોડ ૫૦ લાખ લોકો ભૂખમરી કે તેનાથી પણ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે
વૈશ્વિક કોરોના મહામારીને લીધે વિશ્વ આખુ થંભી ગયુ છે, લગભગ મોટાભાગના પ્રભાવિત દેશો લોકડાઉન છે. એવામાં સંયુકત રાષ્ટ્ર્રએ સંભવિત બીજી મોટી વૈશ્વિક મહામારીને લઇને દુનિયાને ચેતવણી આપી છે.
સંયુકત રાષ્ટ્ર્રની વલ્ર્ડ ફડ કાર્યક્રમ સંસ્થાએ ચેતવણી આપી છે કે, દુનિયા ભૂખમરાની મહામારીની કગાર પર આવી પહોંચી છે અને સમયસર જરી પગલા લેવામાં ન આવ્યા તો આવનારા મહિનાઓમાં ભૂખમરાનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થઇ શકે છે. વલ્ર્ડ ફડ કાર્યક્રમના કાર્યકારી ડાયરેકટર ડેવિડ બીસ્લેએ મંગળવારે આંતરરાષ્ટ્ર્રીય શાંતિ અને સુરક્ષા રક્ષણ, સંઘર્ષથી પેદા થતી ભૂખથી પ્રભાવિત સામાન્ય નાગરિકોની સુરક્ષા વિષય પર સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદના સત્ર દરમિયાન આ અંગે માહિતી આપી હતી.
તેમણે આ સંભવિત મહાસંકટ સામે રણનીતિ તૈયાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમના મત મુજબ કોવિડ-૧૯ને લીધે દુનિયા વૈશ્વિક મહામારી જ નહી, પરંતુ વૈશ્વિક માનવીય સંકટનો પણ સામનો કરી રહી છે.
બીસ્લેએ કહ્યુ કે આખી દુનિયામાં દરેક રાત્રિ કુલ ૮૨ કરોડ ૧૦ લાખ લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે, આ સિવાય ૧૩ કરોડ ૫૦ લાખ ભૂખમરો કે તેનાથી પણ ખરાબ સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ વલ્ર્ડ ફડ કાર્યક્રમની માહિતીના આધારે ૨૦૨૦ના અતં સુધી વધુ ૧૩ કરોડ લોકો ભૂખમરાની કગાર પર પહોંચી શકે છે, ૨૦૨૦ના અતં સુધી દુનિયાભરમાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની કુલ સંખ્યા વધીને ૨૬ કરોડ ૫૦ લાખ સુધ પહોંચી જવાનો ભય છે

