અરબી સમુદ્રમાં ઊભું થયેલું મહા નામનું વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી રહ્યું છે આવતીકાલે સવારે આ વાવાઝોડું નબળું પડીને દીવ ના દરિયા કાંઠા ની આસપાસ ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ અને ભાવનગરમાં તેમજ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
બીજી બાજુ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં પણ મહા વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે મોડી રાત્રે નવ વાગ્યા બાદ અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે સુસવાટા ભર્યા પણ શરૂ થઈ ગયા છે ત્યાર બાદ તુર્તજ વરસાદી છાંટા શરૂ થયા છે શહેરના એસજી હાઈવે તથા વસ્ત્રાપુર અને સેટેલાઈટમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અમદાવાદના પશ્ચિમ ઉપરાંત પૂર્ણ વસ્ત્રાલ જશોદાનગર ખોખરા હાટકેશ્વર અમરાઈવાડી જેવા કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

