અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદોને આપ્યો આદેશ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદો(NDA) અને મંત્રીઓને પોતા-પોતાના મતવિસ્તારમાં રહેવા જણાવ્યું છે. આ સાથે જ નિર્ણયના થોડાં દિવસો બાદ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે નિર્ણયની ઘડી જેમ-જેમ નજીક આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓ એલર્ટ છે.

પોલીસ હેડક્વાટરે સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ 34 જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓને નિર્દેશ જાહેર કરી દીધાં છે. આ સિવાય કોર્ટના નિર્ણય પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક કરવાનો હેતુ તે છે કે નિર્ણય કંઈ પણ આવે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવું જોઈએ નહી. આ મુદ્દે લઘુમતી કાર્યના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નિવાસ સ્થાને મંગળવારે સંઘના નેતાઓ અને મુસ્લિમ ધર્મ ગુરુઓ સાથે બેઠક થઈ.

જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, કોર્ટેનો જે પણ નિર્ણય આવશે તેને મુસલમાન સ્વિકારશે. અયોધ્યા પર પુરાવા અને સાક્ષીઓના આધારે સુપ્રીમ કોર્ટ જે કંઈ પણ નિર્ણય કરશે તે અમે સ્વિકારીશું, અમને આશા છે કે આ નિર્ણય અમારા પક્ષમાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું બાબરી મસ્જિદનો કેસ માત્ર જમીનનો નથી પરંતુ આ કેસ દેશના વ્યવહાર અને કાયદાનો પણ છે.