કોરોના થકી અમેરિકા ઉપર હુમલો થયો છે: ડોનાલ્ડ ટ્રમ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસને કારણે આવેલા મહાસંકટ સામે લડી રહેલા અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે તેમના દેશ પર રીતસરનો હુમલો થયો છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે અમેરિકામાં કોરોનાને કારણે હજારો લોકોએ જીવ ગુમાવી દીધા છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે આપણા ઉપર હુમલો થયો હતો. આ કોઈ લૂ નહોતો. કયારેય કોઈએ આવું કશું જોયું નથી અને છેલ્લે ૧૯૧૭માં આવું બન્યું હતું. તેઓ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા ત્યારે આ નિવેદન આપ્યું હતું.

રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે તેમનું તત્રં વૈશ્ર્વિક મહામારીથી પ્રત્યક્ષ રીતે પ્રભાવિત થયેલા લોકો અને ઉધોગોની મદદ માટે ખડેપગે છે. અત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. મને હંમેશા નાનામાં નાની વસ્તુની ચિંતા રહે છે પરંતુ આપણે આ સમસ્યામાંથી ઝડપથી બહાર આવી જશું. વિશ્ર્વના ઈતિહાસમાં આપણી અર્થવ્યવસ્થા સૌથી મોટી રહી છે અને તે ચીન જ નહીં અન્ય દેશો કરતાં પણ શ્રે રહી છે.
ટ્રમ્પે ઉમેયુ કે આપણે પાછળા ત્રણ વર્ષમાં અમેરિકાને ઉભું કયુ છે પરંતુ આપણે વધુ મજબૂત બનીને અમેરિકાને ફરી મજબૂત બનાવશું. આપણે અમેરિકી એરલાઈન્સને બચાવી લીધી છે તો અનેક કંપનીઓને પણ તૂટતાં બચાવી છે.

દેશમાં નવા કેસો નોંધાવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો પણ અત્યારે સ્થિર થયા છે.