વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાને મુંબઇની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મુંબઇની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બ્રાયન લારાને છાતીમાં દુખાવાને કારણે એડમિટ કરાયા છે. ડોક્ટોરો પ્રમાણે લારાની સ્થિતી હાલ ઠીક છે. એક દિવસ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. જે બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય કરાશે.
લારાને બપોરના સમયે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ઇમર્જન્સી તપાસ શરૂ કરી દેવામાં આવી સુત્રોએ જણાવ્યું છે કે, તેઓ એક હોટલમાં એક કાર્યક્રમમાં હતા ત્યારે તેમણે આ તકલીફની ફરિયાદ કરી.

