ચંદ્રયાન-2માં NASAને મળી ગઈ મોટી સફળતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાસાએ ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટની તસવીરો જાહેર કરીને કહ્યું હતું કે વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. પરંતુ હજુ ય એ તસવીરોમાં લેન્ડર વિક્રમની ભાળ મળી નથી. નાસાએ કહ્યું હતું કે વિક્રમને શોધવાની કોશિશ ચાલુ રહેશે અને ઓક્ટોબરમાં ફરીથી પ્રયાસો કરાશે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશ વિજ્ઞાાની જ્હોન કેલરે જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલાં નાસાના ઓર્બિટરે ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટની તસવીરો મોકલી છે. એ તસવીરોનું વિશ્લેષણ કરાયું તો જણાયું કે લેન્ડિંગ સાઈટમાં ધૂળ દેખાય છે. તેનો અર્થ એ કે વિક્રમ લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. નાસાએ વિક્રમની લેન્ડિંગ સાઈટની તસવીરો પણ જારી કરી હતી.

નાસાએ લેન્ડિંગ સાઈટની તસવીરો મેળવવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં સફળતા મળી છે, પરંતુ હજુ સુધી વિક્રમની કોઈ જ ભાળ મળી નથી. વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું છે એવું નાસાનું તારણ છે, પરંતુ વિક્રમનું ચોક્કસ લોકેશન મેળવવામાં નાસાના ઓર્બિટરને સફળતા મળી નથી.

નાસાના વિજ્ઞાાની જ્હોન કેલરે કહ્યું હતું કે ચંદ્ર ઉપર 14 દિવસ સુધી અંધારૂં શરૂ થયું છે. હવે ઓક્ટોબરમાં ફરીથી ઓર્બિટર ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટની ઉપરથી પસાર થશે ત્યારે વિક્રમને શોધવાનો પ્રયાસ કરશે. વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવથી લગભગ 600 કિલોમીટર દૂર પડયું હોય એવી શક્યતા છે.

નાસાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાં લખાયું હતું : ચંદ્રની સપાટી ઉપર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હતું તે નક્કી છે. સ્પેસક્રાફ્ટ ક્યા લોકેશનમાં પહોંચ્યું તે હજુ સ્પષ્ટ નથી. તસવીરો સેન્ટરથી 150 કિલોમીટરના અંતરેથી લેવામાં આવી છે. ઓક્ટોબરમાં નાસાનું ઓર્બિટર ફરીથી પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે 7મી સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ થવાનું હતું. લેન્ડિંગની મિનિટો પહેલાં જ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. 21મી સપ્ટેમ્બર સુધી આ મિશન કાર્યરત રહેવાનું હતું. તે પછી ચંદ્ર ઉપર અંધારૂ થવાનું હોવાથી રોવર પ્રજ્ઞાાનનું મિશન પૂરૂં થવાનું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર બરાબર કાર્યરત હોવાની ઈસરોએ જાહેરાત કરી હતી.