સુરતમાં ફરી તક્ષશિલા જેવી ઘટના: જ્ઞાનગંગા સ્કૂલમાં આગ, 150 બાળકોને રેસ્ક્યૂ કરાયા

ગુજરાત મુખ્ય સમાચાર

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ માંડ એક મહિનો થયો છે ત્યાં આજે ફરીથી શાળામાં આગની ઘટના સામે આવી છે. શહેરના ભટાર રોડ પર જ્ઞાનગંગાના સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા 150 બાળકોને રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવ્યાં છે.

હાલ ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ભટાર રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલની નીચે એક પ્લાસ્ટિક બનાવતી કારખાનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટના બની ત્યારે સ્કૂલ ચાલી હતી. અને 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જોકે, કોઇ મોટી જાનહાની થાય તે પહેલા સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યૂ કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.