ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ્દ કરાયું

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં શાળાઓમાં આપવામાં આવતા નવરાત્રી વેકેશનને રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે ગત વર્ષથી જ શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જોકે, સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. આ વર્ષે પણ રાજ્યની અનેક શાળાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને સરકારે શાળામાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાયી હતી અને આ બેઠકમાં વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.