2024 સુધી સુસ્ત રહેશે ભારતના અર્થતંત્રની રફતારઃ આર્થિક સંગઠનની આગાહી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મોદી સરકારની બીજી ઈનિંગમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2020 થી 2024 દરમિયાન 6.6 ટકા રહશે તેવુ અનુમાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે લગાવ્યુ છે. સંગઠનનુ કહેવુ છે કે, ભારતનો ગ્રોથ રેટ 2013 થી 2017 દરમિયાન 7.7 ટકા હતો.જેમાં હવે ઘટાડો જોવા મળી શકે છે.ભારતનુ બેન્કિંગ સેક્ટર ફરી મજબૂત થશે તેવી આગાહી પણ આ સંગઠને કરી છે.

સંગઠને રિપોર્ટમાં કહ્યુ છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અંગે તનાવ યથાવત રહે તેવુ અનુમાન છે.જેની અસર બીજા વિકસિત દેશોના અર્થતંત્ર પર પડવાની છે.આ તનાવના કારણે વધારે નિકાસ કરવાની શક્યતાઓને લઈને અનિશ્ચિતતા વધશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2020 થી 2024 દરમિયાન રેટિંગ એજન્સી ફીચ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતના અર્થતંત્રના વિકાસ દરમાં ઘટાડો થવાનુ અનુમાન લગાવ્યુ છે.ફિચે ચાલુ વર્ષમાં ભારતનો વિકાસ દર 6.6 ટકા નહી બલ્કે 5.5 ટકા રહેશે તેવુ અનમાન કરેલુ છે.ફિચનુ કહેવુ છે કે, નોન બેન્કિંગ ફાઈનાન્સિલય કંપનીઓમાં આવેલા આર્થિક સંકટના કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

એજન્સીનુ કહેવુ છે કે, મોદી સરકાર તરફથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયની અસર દેખાશે પણ તે ધીરે ધીરે જોવા મળશે.હાલમાં ઘરેલુ માંગની સાથે સાથે વિદેશી માંગમાં પણ ઘટાડાના કારણે ભારતનુ અર્થતંત્ર નબળુ પડી રહ્યુ છે. બીજી તરફ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ 6.1 ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે.