પ્રદુષણના લીધે 40% લોકો છોડવા માંગે છે દિલ્હી-NCR: સર્વે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી-NCRમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે. ઘણાં વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ને પાર થયું છે. વધતા પ્રદુષને લઈને રાજકિય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે ત્યારે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી સ્થિતીમાં લોકો હવે દિલ્હી છોડવા માંગે છે. એક સર્વે પ્રમાણે દિલ્હી અને NCRના 40% લોકો શહેરને છોડવા માંગે છે.

આ સર્વે દિલ્હી,નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં થયો. તેમાં 17 હજાર લોકોના મત લેવામાં આવ્યા. આ સર્વેમાં ચોંકાવનારી તે બાબત છે કે, 40% લોકોએ કહ્યું કે, તેઓ દિલ્હી-NCRને છોડીને ક્યાંક બીજે જવા માંગે છે. જ્યારે 31% લોકોએ કહ્યું કે, તેઓ એર પ્યૂરીફાયર, માસ્ક અને છોડ સાથે દિલ્હી-NCRમાં રહેશે. 16% લોકોએ કહ્યું કે, તેઓ દિલ્હી-NCRમાં જ રહેશે. 13% લોકોએ કહ્યું કે, તેઓ અહીં રહેશે અને વધતા પ્રદુષણના સ્તરનો સામનો કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી.