દેશભરમાં ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત પીએમ નરેન્દ્ર મોદી પોતે વારાણસી લોકસભા બેઠક પર 26 તારીખે ઉમેદવારી નોંધાવશે. આ દિવસે વારાણસીમાં મેગા શો યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.પીએમ મોદીની ઉમેદવારીના બહાને ભાજપ શક્તિ પ્રદર્શન કરશે.એવુ મનાય છે કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે સાથે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ દિવસે વારાણસીમાં હાજર રહેશે. વારાસણીમાં મતદાન સૌથી છેલ્લા તબક્કામાં 19 મેના રોજ થવાનુ છે.હાલમાં પીએમ મોદી આખા દેશમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે પણ હજી સુધી તેઓ પ્રચાર માટે વારાણસી ગયા નથી. વારાણસીમાં પીએમ મોદી સામે ઉમેદવારી નોંધાવવા થનગનતા મૂરતિયાઓની સંખ્યા વધી રહી છે.યુપીની ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ અહીંથી ચૂંટણી લડવાના છે.તામિલનાડૂના ખેડૂતો પણ ઉમેદવારી નોંધાવશે તેવી વાત છે. 2014માં પણ પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા મોટો રોડ શો યોજ્યો હતો.

