બે દિવસ ગુજરાતના આ શહેરોમાં હિટ વેવની વોર્નિંગ, આ શહેરમાં 40 ડિગ્રીથી વધુ તપશે

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત ભરમાં ઊનાળાની શરૂઆતે જ તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવા સંજોગોમાં આજે પણ આપ ઈન્ટરનેટ પર જોઈ શકો છો કે અમદાવાદ શહેર 42 ડિગ્રી જેટલું તાપમાન બપોરના સમયમાં દર્શાવી રહ્યું હતું. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40થી 41 ડિગ્રી સાથે અમદાવાદમાં હિટવેવની વોર્નિંગ આપી છે. અમદાવા સહિત આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, વલસાડ, સુરત, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હિટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ પવનની દિશા રહેશે જેને પગલે ગરમ પવન આપને અત્યંત પરેશાન કરનારો માલુમ પડશે. ઉપરાંત આ દરમિયાન બપોરના સમયે સીધા તડકામાં જવાથી બચવું સાથે જ હિટ વેવને કારણે કોઈ વ્યક્તિને તેની અસર થાય તો તુરંત તેને છાંયામાં લઈ જઈ એમ્બ્યૂલન્સનો સંપર્ક કરી વ્યક્તિની બનતી મદદ કરવી. પાણી શરીરમાં ઘટે નહીં તેની પુરતી તકેદારી પણ રાખવી જરૂરી છે. જોકે અગાઉ પણ ગુજરાત 50 ડિગ્રીથી વધુનું તાપમાન જોઈ ચુક્યું છે પરંતુ તે દરમિયાન પણ આવી સ્થિતિમાં લોકોએ એક બીજાની મદદ કરી છે તેવા કિસ્સા પણ ઘણા છે.