અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ માટે સરકારને લાયકાત ધરાવતા તબીબો મળતા ન હોવાનો ખુલાસો થયો છે. કોંગી ધારાસભ્યે સી.જે ચાવડાએ ગૃહમાં પૂછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાને લેખિતમાં જવાબ આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, બી જે મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 114 જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ એકની 48, વર્ગ બેની 12 અને વર્ગ ત્રણની 54 જગ્યાઓનો સમાવેશ થાય છે. જોકે ખાલી જગ્યા ભરવા લાયકાત ધરાવતા ડોક્ટર મળ્યા નથી તેમ પણ કહેવાયું.
