ઉલટી ગંગા : ગુજરાતની આ જગ્યાએ આજે કોંગ્રેસ ભાજપને ટેકો આપે તેવી શક્યતા

ગુજરાત રાજકીય

ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્તના મામલે આજે ખાસ સભા બોલાવીને મતદાન કરાશે. સત્તાધારી પક્ષ ભાજપના 16 સભ્યો દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે તેને કોંગ્રેસના 19 સભ્યો ટેકો આપે તેવી સંભાવના વર્તાઇ રહી છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા દરખાસ્ત નામંજુર કરવા સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો છે. જોકે ભાજપના જ 16 સભ્યોએ પક્ષના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ભારે આશ્ચર્ય ફેલાયુ છે.