પાકિસ્તાન સેનાએ જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામનું કર્યુ ઉલ્લંઘન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાન અને તેની સેના બોખલાઈ ગઈ છે. અને અવારનવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં રાજૌરી જીલ્લામાં ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ મંગળવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. અને ભારે ફાયરિંગ કર્યું છે.

ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપી રહી છે. જાણકારી મુજબ, પાકિસ્તાની સેનાના જવાનોએ મંગળાવરે બપોરે ઉરી સેક્ટરમાં ભારતીય સેનાની પોસ્ટો પર ઓટોમેટિક હથિયારોથી ભારે ગોળીબાર કર્યા હતા અને તેના સિવાય અમુક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવી હતી. જેને કારણે નિયંત્રણ રેખાની સાથે જોડાયેલાં હિસ્સાઓમાં તણાવપૂર્ણ સ્થિતી બનેલી છે. સોમવારે પણ એલઓસી પાસે પલાંવાલા સેક્ટરના બરડોહમાં પાકિસ્તાને ભારે ફાયરિંગ કર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનની એક પોસ્ટ તબાહ કરી દીધી હતી. જોકે તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી.