પાટણ: રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે તેનો જ સમાજ લાલઘૂમ થયો છે. સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સમાજે અલ્પેશને મત ન આપવા આહવાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસને પણ ચીમકી આપી હોય તેમ સ્થાનિક ઉમેદવાર હોય તો જ કોંગ્રેસને જીતાવવા નિર્ધાર કર્યો હતો.
સમાજને વસવસો
અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ ખાતર સમાજનો કર્યો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરીને તેના સામે નારાજગી વ્યક્ત કરાઈ હતી. સંમેલન ઠાકોર સમાજના કોંગી આગેવાન ડો. ગોવિંદ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. ત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુરમાં ભાજપની ટિકિટ પર લડશે તો તેના માટે કપરા ચઢાણ બનશે તેવું ઠાકોર સમાજે શક્તિપ્રદર્શન કરીને જાહેર કર્યું હતું.

