અમદાવાદમાં પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ બેડામાં ચકચાર

ગુજરાત

જુગારની રેડ મામલે વોરંટ વિના રેડ કરવાને લઇને ઇન્ચાર્જ ડીસીપી ઝોન-6 દ્વારા અમદાવાદના મણિનગર પોલીસ મથકના પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. જેમાં પીએસઆઈ સી એન મોરડીયા અને ચાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. એકી સાથે પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.