ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનું અમૃત સમાન પાણી હવે વખ ઘોળ્યા સમાન બની રહ્યુ છે. અને ગુજરાતમાં તો 161 કિલોમીટરના વિસ્તારમાં વહેતી નર્મદા જાણે રણમાં ફેરવાઈ ગઈ છે. નર્મદા નદીનું અસ્તિત્વ લગભવ ખતમ થવાની સ્થિતિમાં છે. પર્યાવરણને લઈને ચિંતિત કટેલકી સંસ્થાઓએ નાંદ ગામથી ભાડભૂત સુધી નર્મદાના 60 કિલોમીટર વિસ્તારમાં પાણીને સેમ્પલ લીધા હતા. .અને આ પાણીનું લેબ ટેસ્ટિંગ કરતા આંચકાજનક પરિણામો આવ્યા હતા.
નર્મદાને જીવંત કરવા સાત માંગ
નદીમાં તાત્કાલિક ધોરણે રોજ ચાર હજાર Gયુસેક પાણી છોડવું
નદીમાં ગટરના પાણી અને ઔદ્યોગિક પ્રદુષણનો નિકાલ બંધ થાય
જવાબદાર અધિકારીઓ,સત્તાધિશો,એજન્સીઓ નદીને જીવંત કરવાની યોજના બનાવે
નદીના પાણીની ગુવત્તા અને ભૂગર્ભજળનો નિયમિત અભ્યાસ કરવો
ખેડૂતો, ગ્રામજનો, માછીમારો કરત લોકોને થયેલા નુકસાનનું વળતર ચુકવવું
નુકસાનીની ન્યાયિક ગણતરી અને પારદર્શી મૂલ્યાંકન માટે એક સમિતિ રચવી
નદી જીવંત ન થાય ત્યાં સુધી ડેમ અને આસપાસની પ્રવાસન યોજનાના કામ અટકાવવા