પેરીસમાં 850 વર્ષ જૂના નોટ્રે ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ફ્રાન્સના પેરીસમાં આવેલા ૮૫૦ વર્ષ જુના કેથેડ્રલ નોટ્રે ડેમમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર આ ગીરજાઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યંું હતું જેને પગલે આ આગ લાગી હોવાની શક્યતાઓ છે. હાલ સમગ્ર મામલે તપાસ જારી છે અને આગ કાબુમાં લેવાઇ રહી છે હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.

ગયા વર્ષે જ આ ગીરજાઘર તુટી રહ્યું હતું જેને પગલે તેને બચાવવા માટે રિનોવેશન માટે ફંડ એકઠુ કરવાની કામગીરી અહીંના કેથોલિક ચર્ચે શરૃ કરી દીધી હતી. જે બાદ અહીં રિનોવેશનનું કામ પણ શરૃ થઇ ગયું હતું, જોકે અચાનક આગ લાગતા સમગ્ર ઇમારતમાં તે ફેલાઇ ગઇ હતી અને આકાશમાં ઉચે સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા.

આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પણ એવા અહેવાલો છે કે રિનોવેશન માટે જે મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હતું તેને કારણે જ આગ વધુ ફેલાઇ હતી. આ ઇમારત ૮૫૦ વર્ષથી પણ જુની છે અને તેની ઉંચાઇ ૨૪ ફૂટ છે. જેને પગલે આખી ઇમારતમાં આગ ફેલાઇ નહીં તેથી ઇમર્જન્સીના ભાગરુપે મોટુ ઓપરેશન જારી કરાયું હતું. વર્ષો જુની આ ઇમારતનું ધાર્મિક અને આર્કિટેકની દ્રષ્ટીએ પણ ઘણુ મહત્વ છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.