દેશમાં ચાલતી મંદીને ફિલ્મોના કલેક્શન સાથે જોડવા અંગે ભારે ઉહાપોહ મચ્યા બાદ આખરે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેમનું નિવેદન પાછું ખેંચ્યું છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે મારા નિવેદનનો સમગ્ર વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ મને દુઃખ છે કે મારા નિવેદનના એક હિસ્સાને સંદર્ભથી અલગ કરી તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે. રવિશંકર પ્રસાદે ઉમેર્યું કે અમને ફિલ્મ ઉદ્યોગ પર ગર્વ છે કે જે લાખો લોકોને રોજગારી આપી છે અને ટેક્સના માધ્યમથી પણ ઉલ્લેખનીય યોગદાન આપે છે. તેમણે કહ્યું કે મેં એ પાસાઓની પણ ચર્ચા કરી કે જે મોદી સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અમલમાં મુક્યા હતા. મોદી સરકાર સામાન્ય માનવીઓની ભાવનાઓનું ધ્યાન રાખે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે એક સંવેદનશીલ વ્યક્તિ હોવાના નાતે હું મારું નિવેદન પાછું લઉં છું.

