રાજ્ચસભામાં UAPA બિલ પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. રાજ્યસભામાં ચીઠ્ઠી દ્વારા મતદાન કરવામાં આવ્યુ. જે દરમ્યાન બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 મત પડ્યા. જેથી બિલમાં સંશોધન કરવાનો રસ્તો પણ સાફ થયો. આ બિલમાં કોઈ વ્યક્તિ કે સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ સામેલ છે.
લોકસભા UAPA બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઇ ગયું છે. આતંકવાદ પર લગામ કસવાના પ્રયત્નમાં આ બિલને મોદી સરકારની મોટી જીત તરીકે જોવામાં આવી રહીં છે.
રાજ્યસભામાં UAPA સંશોધિત બિલની તરફેણાં 147 જ્યારે વિરોધમાં 42 મત પડ્યાં છે. આ બિલ રાજ્યસભામાં પસાર થવાથી NIAને વધુ શક્તિશાળી બનાવવાની જોગવાઇ છે.
બિલ પર ચર્ચા કરતી વેળાએ અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે અંગત સ્વાર્થ ખાતર કાદયદાનો દુરઉપયોગ કરતી કોંગ્રેસીઓનો ઇતિહાસથી દેશની જનતા પરિચિત છે. તેમણે કહ્યું કે કાયદો નબળો હોવાના કારણે દેશદ્રોહિયોને સજા મળતી નહતી.
રાજ્યસભામાં જ્યારે આ કાયદાના દુરઉપયોગને લઇને મુદ્દો ઉઠ્યો ત્યારે શાહે કોંગ્રેસને પોતાનો ઇતિહાસ તપાસનો કહ્યું તેમણે કહ્યું કે ઇમર્જન્સી વખતે શું કરવામાં આવ્યું હતું?
રાજ્યસભામાં ચીઠ્ઠી દ્વારા મતદાન કરવામાં આવ્યુ. જે દરમ્યાન બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 મત પડ્યા. જેથી બિલમાં સંશોધન કરવાનો રસ્તો પણ સાફ થયો. આ બિલમાં કોઈ વ્યક્તિ કે સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ સામેલ છે.
રાજ્યસભામાં મતદાન દરમ્યાન બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ પણ પડી ભાગ્યો. કેમ કે, બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાના પ્રસ્તાવ પર જ્યારે મતદાન કરવામાં આવ્યુ ત્યારે પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિરોધમાં 104 મત મળ્યા હતા. બિલમાં સંશોધનના પ્રસ્તાવથી એનઆઈએની તાકાતમાં વધારો થશે.
એનઆઈએ તપાસ દરમ્યાન બંધારણીય કાર્યવાહી કરી શકશે. બિલમાં માનવાધિકારના હનનું પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવશે તો ચાર સ્તરની સ્કૂટનીનો વિકલ્પ પણ આપવામાં આવશે. આતંકવાદી ઘોષિત થયા બાદ રિવ્યૂ કમિટી પણ તપાસ કરશે. જેના અધ્યક્ષ હાઈકોર્ટના નિવૃત જજ હશે.

