ભારત સરકારને માલ્યાનો સંદેશ- ‘મારી પાસે પૈસા છે, પ્લીઝ લઈ લો’

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોર્ટમાં જતા પહેલા વિજય માલ્યાએ પત્રકારોને એવું જણાવ્યું કે અમારી સામે કાનૂની રીતે આગળ વધવાનો વિકલ્પ છે. મારી પાસે અનુભવી કાનૂની સલાહકારોની ટીમ છે જે મારા હિતોની રક્ષા કરશે. હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું. હવે ફક્ત જોવાનું છે કે પ્રત્યર્પણ કેવી રીતે થશે.

માલ્યાએ કહ્યું કે પરિવારમા દરેક સકારાત્મક મહેસૂસ કરી રહ્યાં છે. અમે ઘણુ બધુ વેઠયું છે આ એક પગલું છે. ભારત સરકારને મારો સંદેશ, મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે પૈસા છે, પ્લીઝ લઈ લો. હું કોઈ છૂટ મેળવવા માંગતો નથી. માલ્યાએ પત્રકારોને કહ્યું કે તમારે તેમને પૂછવું જોઈએ કે તેઓ શા માટે પૈસા લઈ રહ્યા નથી. હું તેનુ કારણ સમજી શકતો નથી. દરેક દિવસે ત્યાંથી લોન અને લોન ડિફોલ્ટરોને ખબર આવી રહી છે અને હું પૈસા પાછા લઈ લેવાની ભીખ માગી રહ્યો છું. વિજય માલ્યા કેસની સુનાવણી કોર્ટના રૂમ નંબર ૩ માં થઈ હતી. વિજય માલ્યા તેમના પુત્ર સિદ્ધાર્થ માલ્યા અને ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી પણ હાજર રહ્યા હતા.

ભારતમાં પ્રત્યર્પણ પછી આર્થિક અપરાધી નીરવ મોદી અને વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં ઊભા થયેલા એક વિશેષ સેલમાં રાખવામાં આવશે. જેલના એક સેલમાં આમ તો ત્રણ કેદી રહેતા હોય છે, પરંતુ આ વિશેષ સેલમાં વિજય માલ્યા અને નીરવ મોદી એમ બે કેદી જ રહેશે. ૩૦૦ ચોરસફૂટના આ સેલની દીવાલોને નવેસરથી શ્વેત પેઇન્ટથી રંગવામાં આવી છે. સેલમાં ગાદલા અને તકિયા સાથેના પલંગ ઉપરાંત સીલિંગને સ્પર્ષતી ફ્રેન્ચ બારીઓ પણ જોવા મળે છે. પંખા – લાઇટની સુવિધા ઉપરાંત ૨૪ કલાક પાણી પુરવઠા સાથેના શૌચાલય અને શાવરની વ્યવસ્થા પણ રહેશે.