નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભાગૃહમાં 2019-2020ના બાકી રહેલા સમય માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું

ગુજરાત મુખ્ય સમાચાર

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભાગૃહમાં 2019-2020ના બાકી રહેલા સમય માટેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું છે. બપોરે એક વાગ્યે તેઓએ અંદાજપત્ર બોલવાનું શરૂ કર્યું છે.

નીતિન પટેલે કહ્યું કે આ વર્ષના બજેટમાં અને જળ વ્યવસ્થાપન ગ્રીન અને ક્લીન એનર્જી તથા પર્યાવરણ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારના એમ પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર મુક્યો છે.

કૃષિ તથા ખેડૂત
ખેડૂતોના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારત સરકારે 2000ની મર્યાદા દૂર કરી છે જેથી રાજ્યના બધા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ સર્વગ્રાહી વિકાસ માટે સૌથી વધુ રકમ એટલેકે 30 હજાર 45 કરોડની જોગવાઇ કરી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 10,800 કરોડ ફાળવાયા છે.

જળ સંપતિ
કૃષિ તથા ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7,111 કરોડની ફાળવણી થઈ છે. આજે જ જળ સંપતિમાં રાજ્યના બંધોની જાળવણી તથા હજાર નહેર માળખાની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન માટે રૂ. 7,157 કરોડની જોગવાઈ કરાઈ છે.

નર્મદા યોજના
આજે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા યોજના માટે પણ રૂ. 6595 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી નહેરોના બાંધકામ માટે જ રૂ. 2744 કરોડ ખર્ચાશે. શિક્ષણ માટે જે રકમ ફાળવે છે તેમાંથી પ્રાથમિક શાળાઓમાં નવા 5,000 વર્ગખંડો બંધાશે જ્યારે મધ્યાન ભોજન યોજના પાછળ 1015 કરોડ ખર્ચાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ભાર વિનાના ભણતર માટે 103 કરોડ ખર્ચ્યા છે જ્યારે કોલેજ અને પોલિટેકનિકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 252 કરોડ ખર્ચાશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ

– આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10.800 કરોડ.
– આયુષમાન ભારત, જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચુકવાયા: આ વર્ષે 450 કરોડની જોગવાઈ
– શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ
– ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ.
– સીઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજય વ્યાપી માટે 85 કરોડ, પી.એચ.સી, સી.એચ.સી બાધકામ માટે 129 કરોડ
– તબીબી શિક્ષણ માટે MBBS 4800, Dental 1240, PG diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ
– રાજકોટ એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી
– માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 MBBS બેઠકો માટે 80 કરોડ
– સુરત ભાવનગર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમા OPD બિલ્ડીગ અને નર્સીગ બિલ્ડીગ માટે 116 કરોડ, 108ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 18 કરોડ.
– 310 સરકરી આયુર્વેદ દવાખાનાને હેલ્થ વેલનેસ સેન્ટરમા રૂપાતરિત કરવા 48 કરોડ, જામનગર મેટરનીટી ચાઇલ્ડ બ્લોક માટે 25 કરોડ.
– સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીના નિષ્ણાતો, તબીબો, સ્ટાફ નર્સો અને આશા બહેનો સહિત 1600 જેટલા આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરાશે.

મહિલા અને બાળ વિકાસ

– મહિલા અને બાળ વિકાસ માટે 3138 કરોડની જોગવાઇ
– દીકરીઓના જન્મદરમા વધારો કરવા વહાલી દીકરી યોજના નવી યોજના શરૂ કરાશે 133 કરોડ
– જેમા પ્રથમ ધોરણ પ્રવેશ સમયે 4000, નવમા ધોરણ મા આવે ત્યારે 6000 અને 18 વર્ષની વયે એક લાખ અપાશે
– આગણવાડીમા પુરક પોષણ માટે 751 કરોડ, વિધવા પેન્શન માટે 376 કરોડ, પૂર્ણા યોજના માટે87 કરોડ
– 53 હજારથી વધુ આંગણવાડીઓના 59 લાખ બાળકોને પોષણ અને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવશે
– જ્યારે નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન આપવા માટે 376 કરોડ ખર્ચાશે.

પાણી પુરવઠા

– પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 4,300 કરોડ
– અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતી વિસ્તારમાં અંદાજે 3૦૦૦ કરોડના કામો પ્રગતિ હેઠળ
– 11 જિલ્લાના 31 તાલુકાના 2022 ગામ તથા 6 શહેરની 41 લાખની વસ્તીને લાભ થશે.

સામાજિક ન્યાય-આદિજાતિ વિકાસ

– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ. 4,212 કરોડ.
– આદિજાતિ વિકાસમાં સંકલિત આદિજાતિ વિકાસ યોજના હેઠળ રૂપિયા 14,567 કરોડ જે પૈકી માંથી આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા 2481 કરોડ માટે ફળવાશે.
– ધોરણ 1થી 10ના વિધ્યાર્થીઓને સહાય માટે 601 કરોડ, આંબેડકર આવાસ યોજના, પંડિત દીન દયાળ, આવાસ યોજના સહાય માટે 186 કરોડ.
– ધોરણ નવ માભણતી કન્યાઓને સાયકલ આપવા 74 કરોડ, કુંવરબાઇ મામેરા યોજનાવ માટે 35 કરોડ, સમરસ કુમાર છાત્રાલય માટે 9 કરોડ.

ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8462 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પણ રૂપિયા 13,149 કરોડની જોગવાઈ કરે છે.

શિક્ષણ
– શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડ
– નવા પાચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ
– દુધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડ
– ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ.

શહેરી વિકાસ યોજના
રાજ્યની 45 ટકા વસ્તી શહેરમાં વસે છે. જેમાં 3 કરોડ લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 4,894 કરોડ ખર્ચાશે. ભૂગર્ભ ગટર તથા પાણીની સુવિધા માટે 1,426 કરોડ ખર્ચાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,248 કરોડની જોગવાઈ કરાઈ છે.

– અમદાવાદના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટને આગળ ધપાવવા ચાલુ વર્ષે 510 કરોડ ખર્ચાશે.

– 6 શહેર માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 597 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– શ્રમ અને રોજગાર વિભાગ માટે 1,471 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– માર્ગ અને મકાન વિભાગ માટે 10,018 કરોડની ફાળવણી થઈ છે.

– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1377 કરોડની જોગવાઇ છે.

– ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 13,094 કરોડ ખર્ચાશે.

– ચાલુ વર્ષે 1,25,000 કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે 1,931 કરોડની જોગવાઇ થઇ છે.

– ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે 1,048 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બે લાખ રહેણાંકના મકાનોની અગાસી પર સોલર ચેનલો બેસાડવા માટે 1,000 કરોડ ખર્ચાશે.

– ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ઉદ્યોગ તથા કુટિર ઉદ્યોગ અને ખાણ ખનીજ તેમજ પ્રવાસન અને યાત્રાધામ તથા નાગરિક ઉડ્ડયન માટે 6,301 કરોડ ખર્ચાશે.

– વન અને પર્યાવરણ વિભાગ માટે નાણામંત્રીએ 1,454 કરોડની જોગવાઇ કરી છે.

– જેમાથી એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના ઉપરાંત અદ્યતન હોસ્પિટલ, સિંહ એમ્બ્યુલન્સ, CCTV નેટવર્ક તથા રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સ વગેરે માટે 123 કરોડ ખર્ચાશે.

– વિધાનસભા ગૃહ માટે 6687 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– પાણી અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1,000 કરોડની જોગવાઈ કરાઈ છે

– મહેસુલ માટે નાણામંત્રીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 3383 કરોડની જોગવાઈ કરી છે.

– સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ માટે 504 કરોડની જોગવાઈ કરાઈ છે.

– સાયન્સ સીટીના બીજા તબક્કાના વિકાસના ભાગરૂપે સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરીના નિર્માણ માટે 60 કરોડ ખર્ચાશે.

– ગુજરાતમાં રમતગમત અને યુવાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 579 કરોડ ખર્ચાશે.

– માહિતી અને પ્રસારણ વિભાગ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– સમગ્ર બજેટનું કદ પ્રથમ વખત જ 2 લાખ કરોડને પાર કરી ગયું છે.

– વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ

– અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂપિયા 1005 કરોડની જોગવાઈ.

– 350 ગોડાઉનના અપગ્રેડેશન માટે રૂપિયા ૨8 કરોડની જોગવાઈ.

– એનેમિયા અને કુપોષણ નિવારણ માટે રાજ્યમાં ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવાનું આયોજન છે. આ પાયલોટ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં આ વર્ષે શરૂ કરવામાં આવશે જેના માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ.

– સુગમ્ય ભારત યોજના અંતર્ગત ક્ષેત્રીય કચેરીમાં દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરવા 3 કરોડની જોગવાઈ.

ગૃહ વિભાગ માટે 6687 કરોડની જોગવાઈ

– સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવા રૂપિયા 100 કરોડની જોગવાઈ.

– પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા રૂપિયા 155 કરોડ, પોલીસકર્મીના આવાસ બાંધવા રૂપિયા ૨૨3 કરોડ તથા જેલ તંત્રના મકાનો અને આવાસો બાંધવા રૂપિયા 109 કરોડ આમ કુલ રૂપિયા 487 કરોડની જોગવાઇ.

– સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 157 કરોડની જોગવાઈ.

– સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ રૂપિયા 129 કરોડની જોગવાઈ.

– રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 44 કરોડની જોગવાઈ.

– રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિ મહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે 2400 પોલીસ કર્મીઓ સાથેના રાજ્ય અનામત પોલીસ દળના 2 નવા ગ્રુપ ઊભા કરવામાં આવશે.

– વન અને પર્યાવરણ વિભાગ

– વન અને પર્યાવરણ વિભાગ માટે 1454 કરોડની જોગવાઈ.

– એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુજી ડીવિઝનની રચનાં ઉપરાંત અદ્યતન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, CCTV નેટવર્ક વગેરે માટે રૂપિયા 123 કરોડની જોગવાઈ.

– વન્ય પ્રાણીની લુપ્ત થતી પ્રજાતિઓના યોગ્ય રક્ષણ માટે 112 કરોડની જોગવાઈ.

– સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 69 કરોડની જોગવાઈ.

નાગરિક ઉડ્ડયન વિભાગ

– સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એરિયલ વ્યુ હેતુ હેલિકોપ્ટર સેવા માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ.

યાત્રાધામ વિકાસ

– યાત્રાધામ ખાતે સ્વચ્છતાની જાળવણી માટે 16 કરોડની જોગવાઈ.

– નર્મદા પરિક્રમા માટે આ વર્ષે રૂપિયા 5 કરોડની જોગવાઈ.

કુટીર અને ગ્રામ ઉદ્યોગ

– શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત રૂપિયા 304 કરોડની જોગવાઈ.

– માનવ કલ્યાણ યોજના હેઠળ 28000 નાના કારીગરો માટે રૂપિયા 48 કરોડની જોગવાઇ.

પ્રવાસન વિભાગ

– ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે સરેરાશ વાર્ષિક 14 ટકાના વૃદ્ધિદર નોંધાયેલ છે. પ્રવાસીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂપિયા 472 કરોડની જોગવાઈ.

– રાજની પ્રવાસન નીતિ 2015 અંતર્ગત વિવિધ પ્રોત્સાહનો માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ.

– જૂનાગઢના ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લાના વારસાના વિકાસ માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ.

ખાણ ખનીજ વિભાગ

– ગુજરાતમાં દુર્લભ તેમજ ભારે ખનીજોના સંશોધન માટે રૂપિયા 3 કરોડની જોગવાઇ.

ઉદ્યોગ અને ખાણ વિભાગ

– ટેક્ષટાઇલ ક્ષેત્રે સર્વાંગી વિકાસ હેતુ- પ્રોત્સાહન યોજના માટે રૂ 1500 કરોડની જોગવાઈ.

– MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 880 કરોડની જોગવાઈ.

– માંદા ઔધોગિક એકમોના પુનર્વસન માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ.

– ભારત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના માટે રૂ 52 કરોડની જોગવાઈ.

– રાજ્યના યુવાવર્ગ માટેની સ્ટાર્ટઅપ યોજના અન્વયે રૂપિયા 19 કરોડની જોગવાઈ.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ

– ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂપિયા 13094 કરોડની જોગવાઈ.

– જેટકોના સબ સ્ટેશનની નજીકમાં આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા આગામી બે વર્ષમાં 2,500 મેગા વોટ સૌર ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેક્ટ સ્થાપવાના આયોજન પૈકી ચાલુ સાલે રૂપિયા 500 કરોડની જોગવાઈ.

– ચાલુ વર્ષે આશરે 1,25,000 કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે રૂપિયા 1931 કરોડની જોગવાઈ.

– ખેડૂતોને રાહત દરે વિજ પુરવઠો પૂરો પાડવા સબસીડી માટે રૂ 6820 કરોડની જોગવાઈ.

– કિસાન હિત ઉર્જાશક્તિ યોજના અંતર્ગત 355 કરોડની જોગવાઈ.

– 140 નવા સબ સ્ટેશન સ્થાપવા માટે રૂપિયા 411 કરોડની જોગવાઈ.

– રાજ્યમાં 542 સીએનજી સ્ટેશન કાર્યરત છે આગામી બે વર્ષમાં 300 નવા સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ

– માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 10,058 કરોડની જોગવાઈ.

– મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના બીજા તબક્કા માટે આગામી ત્રણ વર્ષમાં વધારાના 10,000 કરોડના કામો આ યોજના હેઠળ હાથ ધરવામાં આવશે.

– આંતરમાળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે રસ્તા અને પુલો બનાવવા રૂપિયા 1439 કરોડની જોગવાઈ.

– 807 કિલોમીટરના રાજ્ય ધોરીમાર્ગો ને દ્વિમાર્ગી કરવા માટે 209 કરોડની જોગવાઈ.