અમિત શાહે ભરી રાજ્યસભામાં પૂર્વ સહયોગી શિવસેનાને માર્યો જબદજસ્ત ટોણોં

મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા સંશોધન વિધેયક પર રાજ્યસભામાં અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતાં. અમિત શાહી શિવસેના પર વાર કરતા કહ્યું હતું કે, સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે.

પહેલા શિવસેનાએ નાગરિકતા બિલને લઈને લોકસભામાં મતદાન દરમિયાન બિલના સમર્થનમાં કર્યું હતું. પરંતુ ત્યાર બાદ રાજ્યસભામાં વોટિંગ પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તમામ બાબતો સ્પષ્ટ કર્યા વગર અમે બિલના સમર્થનમાં મતદાન નહીં કરીએ.

આજે અમિત શાહે નાગરિક સંશોધન બિલના સમર્થનમાં વિરોધ પક્ષોના એક એક આરોપોનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે શિવસેનાને ટોણોં મારતા કહ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે, લોકો કેવા કેવા રંગ બદલે છે. માન્યવાર કાલે (મંગળવારે) લોકસભામાં શિવસેનાએ આ બિલનું સમર્થન કર્યું હતું. મને ના ગણાવો પણ મહારાષ્ટ્રને પણ જણાવો કે આજે એક રાતમાં એવુ તે શું બન્યું કે શિવસેનાએ પોતાનું સ્ટેન્ડ જ બદલી નાખ્યું.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું હતું પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરેએ ગુંલાટ મારતા કહ્યું હતું કે, જ્યાં સુધી બિલને લઈને તમામ બાબતો સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી તે તેનું સમર્થન નહીં કરે. શિવસેના દ્વારા લોકસભામાં આ બિલનું સમર્થન કરવાને લઈને કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.