અરવિંદ કેજરીવાલે પાણીના બિલના નાણાં માફ કરી દિલ્હીવાસીઓને ભેટ આપી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. તેમણે દિલ્હીની જનતાને પાણીના બિલના બાકી નાણાં માફ કરી દેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી બિલ પરથી એરિયર હટાવી લેવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ફંક્શનલ મીટર છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત જે લોકો 30 નવેમ્બર સુધીમાં પોતાના ઘરમાં પાણીના મીટર લગાવી દેશે તેમને પણ આ યોજનાનો લાભ મળી શકશે.

કેજરીવાલે એરિયર ફ્રી કરવા પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, ‘ખૂબ જ વધારે એરિયર્સ જમા થઈ ગયા હતા. ઘણા લોકોને મહિનાઓ સુધી બિલ નથી મળતું. રિડિંગ વગર બિલ મોકલવાની પણ સમસ્યાઓ સામે આવી રહી હતી. અમે બિલિંગ માટે એક નવી સિસ્ટમ શરૂ કરી છે. ટેબથી મીટર રિડિંગ કરી લેવામાં આવશે. અત્યાર સુધી લોકેશન પર જઈને જ બિલ રિડિંગ કરવામાં આવતું હતું. આ નવી ટેક્નોલોજીની મદદથી ઘણા બધા જૂના બિલ્સ સામે આવી રહ્યા છે. તેથી આજે અમે એરિયર હટાવી દેવાની જાહેરાત કરી રહ્યા છે.’

આ યોજના અંતર્ગત A,B કેટેગરીના 25% બિલ માફ થશે, C કેટેગરિના 50% બિલ માફ થશે અને E,F,G,H કેટેગરી ધરાવતા લોકોના 31 માર્ચ સુધીના 100% બિલ માફ કરવામાં આવશે. કેજરીવાલના જણાવ્યા અનુસાર આમ કરવાથી 600 કરોડની આવક ઉભી થશે.