હવાઇ મુસાફરી કરનારા લોકો માટે અગત્યના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એપલ મેકબુક (Apple MacBook)ના કેટલાક મોડલ્સના લેપટોપને લઇ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને લઇને DGCAનું કહેવું છે કે, એપલના આ લેપટોપમાં ઓવર હીટિંગની સમસ્યા છે જેના કારણે આગ લાગવાનો ખતરો રહે છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
DGCAએ કહ્યું કે, એપ્પલ કંપનીએ તેમના લેપટોપના કેટલાક મોડલ (15 ઈંચનું મેકબુક)ને રિકોલ કર્યા છે. આ લેપટોપ સપ્ટેમ્બર 2015થી ફેબ્રુઆરી 2017ની વચ્ચે વેચવામાં આવ્યા હતા. કંપનીએ આ લેપટોપ માટે રિકોલ કર્યું છે. કેમ કે, બેટરીનું ઓવરહીટ થવાનો ખતરો રહે છે. જેનાથી સુરક્ષાને ખતરો થઇ શકે છે. એટલા માટે પેસેન્જર્સથી અપીલ કરવામાં આવી છે કે, હેંડબેગ અથવા લગેજ બેજમાં આ લેપટોપને કરી ના કરો.
DGCAનું આ આદેશ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને ફ્લાઇટ્સ માટે છે. એપ્પલ કંપનીએ 20 જૂન 2019ના તેના કસ્ટમર્સથી MaBook Proને રિકોલ કરવા મટે નોટીસ આપી છે. ભારતથી પહેલા યૂનિયન એવિએશન સેફ્ટી એજન્સી અને અમેરિકન ફેડરેલ એનિમિનિસ્ટ્રે દરેક એરલાઇન્સને આ સંબંધમાં પગલા ઉઠાવવા કહ્યું હતું.

