આશા છે કે ભારત એવું પગલુ નહીં ઉઠાવે જેનાથી બંને દેશોના સંબંધો ખરાબ થાય: બાંગ્લાદેશ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

Citizenship Amendment Act 2019ની અસર હવે ભારત-બાંગ્લાદેશના સંબંધો પર પણ જોવા મળી રહી છે. ભારતના પૂર્વ-ઉત્તર રાજ્યોમાં તથા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો દ્વારા આ કાયદાના વિરોધ વચ્ચે બાંગ્લાદેશે પણ પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે 1971 પછી તેનો એકપણ નાગરિક ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો નથી, બીજી તરફ ગૃહમંત્રી અમિત શાદે સતત કહી રહ્યા છે કે, પડોસી દેશના ઘૂસણખોરોને ભારતમાંથી બહાર કાઠવામાં આવશે. 

Citizenship Amendment Act બન્યા પછી ભારતના અમુક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનોને કારણે ઉભી થયેલી સ્થિતિ પર બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન અને વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિનને ભારતની મુલાકાત રદ કરી હતી.

બાંગ્લાદેશ ગૃહમંત્રીએ જણાવ્યું કે, હાલમાં ભારતની સ્થિતિ મુજબ યાત્રા રદ કરવામાં આવે છે પરંતુ અનૂકુળ સ્થિતિ બનતાં આ કાર્યક્રમ ફરીવાર તૈયાર કરવામાં આવશે. બાંગ્લાદેશનું આ કાયદા સાથે કોઇ લેવા-દેવા નથી, આ સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. બાંગ્લાદેશ આશા રાખે છે કે ભારત એવુ કોઇ કામ નહીં કરે જેનાથી બંને દેશોના સંબંધો ખરાબ થાય. આશા કરીએ છે કે ભારત સરકાર શરણાર્થીઓને બાંગ્લાદેશ તરફ નહીં ધકેલે. તેમણે દાવો કર્યો હતો કે ગત સાત-આઠ વર્ષમાં બાંગ્લાદેશમાંથી મોટા પ્રમાણમાં લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. આ સત્ય છે કે, પાકિસ્તાન સાથે યુદ્ધ પહેલા કેટલાક હિન્દુઓ ભારત ગયા હતા, પરંતુ બાંગ્લાદેશ બન્યા પછી કોઇપણ મુસ્લિમ ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યો નથી. 

બાંગ્લાદેશ ગૃહમંત્રીએ જણાવ્યું કે, અમે ભારતને વેપાર આપી રહ્યા છીએ અને તે ઘૂસણખોરીના આરોપ લગાવી રહ્યા છે.