CAB Protest: વિરોધ પ્રદર્શને લીધે અમિત શાહની શિલોન્ગ યાત્રા રદ કરવી પડી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

Citizenship Amendment Actના વિરોધમાં દેશના પૂર્વોત્તર રાજ્યોમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. જેને કારણે ઉભી થયેલી પ્રતિકૂળ સ્થિતિઓ હેઠળ ગૃહમંત્રી અમિત શાહની મેઘાલયની રાજધાની શિલોન્ગની યાત્રા રદ કરવામાં આવી છે. તેઓ રવિવારે શિલોન્ગની મુલાકાતે જવાના હતા. 

આ કાયદાનો વિરોધ કોંગ્રેસ સહિત વિપક્ષ દળો કરી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા તેને લાગુ કરવામાં કોઇ બાંધછોડ કરવામાં આવી નથી. અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને બાંગ્લાદેશ જેવા રાજ્યોએ પણ આ કાયદા પર પ્રતિક્રિયા આપી હતી. 

નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યોમાં થઇ રહેલા પ્રદર્શનોએ અસમ, ત્રિપુરા, મેઘાલય જેવા રાજ્યોમાં ગંભીર સ્થિતિનું નિર્માણ કર્યું છે. પ્રદર્શનો હિંસક થતા અહી સેના અને પોલીસને હવાલે સ્થિતિ સોંપી દેવામાં આવી છે. અહીં અનેક હિંસક ઘટનાઓમાં પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરાયા પછી પોલીસે ટિયર ગેસ છોડવા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મેઘાલયમાં આગામી 48 કલાક માટે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  

ગૃહમંત્રી રવિવારે શિલોન્ગની મુલાકાતે જવાના હતા, પરંતુ અહીં ચાલી રહેલા પ્રદર્શનોને લીધે કરફ્યુ લાદવામાં આવ્યો હતો.