વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ખેલ-જગત મુખ્ય સમાચાર

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રવાસ માટે મુંબઇમાં રવિવારે પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પંતનો સમાવેશ કર્યો છે.

પૂર્વ કેપ્ટન ધોની સિવાય વન-ડે અને ટી-20 મેચમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.

ટી-20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની

વન-ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમ્મી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે.