કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસમત પરીક્ષણ થશે. અગાઉ શુક્રવારે થનારૂ વિશ્વાસમત પરીક્ષણ ટળ્યું હતું. બે અપક્ષના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા માગ કરી છે કે આજે કોઈપણ સંજોગોમાં ફલોર ટેસ્ટ કરવામાં આવે. જો કે આ તમામ બાબતની વચ્ચે કોંગ્રેસ અને JDS માટે રાહતના સમાચાર એ છે કે હવે બસપાના એક ધારાસભ્ય સરકારની તરફેણમાં મતદાન કરશે. જયારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો રણનીતિ બનાવવામાં લાગ્યા છે. ભાજપે દાવો વ્યક્ત કર્યો છે કે, કુમારસ્વામી સરકાર માત્ર એક દિવસની મહેમાન છે. કર્નાટકમાં ચાલી રહેલા નાટકને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ચુક્યો છે. પરંતુ તેનું ચિત્ર હજૂ સાફ થયું નથી. જયારે કોંગ્રેસ અને JDS સરકારના સમીકરણો સતત બગડી રહ્યાં છે. ફલોર ટેસ્ટ પહેલા રાજનિતીક પાર્ટી પોતાની રણનીતિ બનાવી રહી છે. જયારે બે અપક્ષ ધારાસભ્યો સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે કે કર્નાટક સરકારને નિર્દેશ કરે કે સોમવારે તો કોઇપણ હાલતમાં ફ્લોર ટેસ્ટ થઇ જ જાય. આની વચ્ચે બેંગલુરૂમાં હોટલો વોર રૂમ બની છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો હોટલોમાં જમાવડો થયો છે.
