કોરોના વાયરસની મહામારીની લડાઈ આખું વિશ્વ લડી રહ્યું છે. જેમાં મહાસત્તા અમેરિકાને કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બહુ મોટો નિર્ણય લેતાં કહ્યું કે ન્યુયોર્ક શહેરમાં કોરોનાથી લડવા માટે 1000 સૈન્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે. સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયું બહુ જ કઠિન રહેશે. રાષ્ટ્રપતિએ એક પ્રેસ કોન્ફન્સમાં કહ્યું કે આ સપ્તાહ અને આગળના અઠવાડિયા સૌથી કઠણ સમયકાળ હશે.
સ્વાસ્થ્ય કર્મચારીઓની ઘટ
ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે આગલા ત્રણ દિવસમાં 1000 વાયુ સેના અને નૌસેનાના ડોક્ટરો ને તૈયાર કર્યા છે. જેવિટ્સ સેન્ટરમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરશે. જેમાં એક હોસ્પિટલને બીજી હોસ્પિટલમાં બદલી નાંખી છે. અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને ન્યુયોર્કની જુદી જુદી હોસ્પિટલોમાં તૈયાર રાખી દીધા છે. જ્યાં સ્વાસ્થ્ય કર્મચારીઓની ઘટ છે. આ પહેલા રાષ્ટ્રપતિએ કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને વોશિંગ્ટન રાજ્યમાં નેશનલ ગાર્ડને પણ તૈયાર રાખી છે.
અમેરિકામાં 3.38 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો
ટ્રમ્પે કહ્યું કે મહામારી જોતાં સ્વાસ્થ્ય કર્મીઓને રાજ્યોમાં મોકલવામાં આવશે. કારણ કે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આપણે એક રીતનું યુદ્ધ જ લડીરહ્યા છીએ આવી લડાઈ આપણે ક્યારેય લડ્યા નથી. જેનો પહેલા કોઈ અનુભવ પણ નથી. ન્યુયોર્કમાં સૌથી વધુ અસર થઈ છે. અત્યાર સુધી ન્યુયોર્કમાં 1.23 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે જેમાંથી 4159 લોકોના મોત થયા છે. હજુ પણ ન્યુયોર્કમાં 1,06672 કેસ એક્ટવિ છે.
અમેરિકામાં 310259 એક્ટિવ કેસ
અમેરિકાના ત્રીજા ભાગના કોરોના સંક્રમિતોમાં ન્યુયોર્કના છે. ન્યૂજર્સીમાં પણ કોરોના સંક્રમિતોી સંખ્યા 37505 છે. જ્યારે 917 લોકોના મૃત્યુ થયા છે. તે પછી મિશિગન, કેલિફોર્નિયામાં 15 હજારથી વધારે કોરોના સંક્રમિતો છે. અમેરિકામાં અત્યાર સુધી 337925 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેાં મૃત્યુ આંક પણ 9664 પહોંચી ગયો છે. આજે વધુ નવા 1252 કેસ નોધાયા છે. હજુ પણ અમેરિકામાં 310259 એક્ટિવ કેસ છે.

